અમદાવાદ શહેર પોલીસ ને દારૂ, ડ્રગ્સ, જુગાર જેવી બાતમી આપીને કેટલાક પોલીસ અધિકારીનો ખાસ બની બેઠેલા બાતમીદાર અલતાફના જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારીઓને બાતમી આપી એટલે પોલીસ કર્મચારીઓને ખિસામાં લઈને ફરતા હોવાનો ભ્રમ રાખીને અલતાફ બાસીએ રખીયાલમાં જુગારધામ ચાલુ કર્યું હતું. જેમાં મોડી રાતે કાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડીને ૧૯ જુગારિયાને રંગે હાથ ઝડપી પાડ્યા છે. અલતાફ બાસીએ તેના પાટર્નર સાથે જુગારધામ ચાલુ કર્યું હતું, જ્યા જુગારિયાને એકદમ લક્ઝયુરિયસ સુવિધા પુરી પાડવામાં આવતી હતી.ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.યુ. મૂરિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે રખિયાલ વિસ્તારમાં આવેલી ડો.કનુભાઇની ચાલીના એક મકાનમાં ત્રીજા માળે ખુરશીદ ઉર્ફે દયાવાન જુગારધામ ચલાવી રહ્યા છે. બાતમીના લઇને રખિયાલ ડો.કનુભાઇની ચાલીમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચારે તરફથી હાઈજેક કરી દીધું હતું. જેથી જુગારીઓ ફરાર થવામાં નિષ્ફળ રહ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફિરોજ પઠાણ, જીતેન્દ્ર વાઘેલા, ભરત પરમાર કનુ ગઢવી, યુનુસ બાબા, બીપીન શાહ ઇરફાન અંસારી, ડાયાભાઈ બારોટ જીતેન્દ્ર પટેલ, ફિરોજ વોરા, મૃતુજા શેખ, ઉમેશ ચૌહાણ, સતાર વોરા, યાસીન શેખ, અશ્વિન ઠક્કર અને જગદીશ પટેલની ધરપકડ કરી છે.જુગારધામ સંચાલક ખુરશીદ ઉર્ફે દયાવાન પઠાણ, અલ્તાફ ઉર્ફે બાસી જબ્બર ખાન પઠાણ, આસિફ ખાન ટેન્શન જે વોન્ટેડ છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન ૧.૧૪ લાખનો મુદ્દામાંલ જપ્ત કર્યો છે. આ જુગારધામ પર પહેલા પૈસા જમા કરાવીને કોઈન લેવાની સુવિધા આપવામાં આવતી હતી.અલ્તાફ ખાન અગાઉ AIMIM માંથી કાઉન્સિલર અને વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી પણ ઉમેદવારી નોંધાવી હતી.અગાઉ દરિયાપુર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડમાં મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં પણ ભાગીદારીમાં નામ ખુલ્યું હતું.અલ્તાફ ખાન ઉર્ફે બાસી જે સ્થાનિક લેવલે યુવાનોને સપોર્ટ કરતો હોવાથી બાપુનગર,રખિયાલ,ગોમતીપુર, સારંગપુરમાં કદ વધ્યું છે.