કફ શીરપની શીલ બંધ બોટલો નંગ-25 કિ.રૂ.3750/- તથા અન્ય ચીજ-વસ્તુ મળી કુલ્લે કિ.રૂ.4010/- ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરપોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.હડાત નાઓની ટીમને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ અમદાવાદ શહેર, જમાલપુર, રાયખડ, હૈદરી મેદાન, હસનખા બાતનખા મસ્જીદની સામે માન.૧૨૦૭/૫ ખાતે આરોપી ગોહરઅલી મહંમદ ખાદીમ મોમીનના કબ્જામાંથી વગર પાસ-પરમીટની ગેરકાયદેસર કફ શીરપની શીલ બંધ બોટલો નંગ-25 કિ,રૂ.3750/- તથા રોકડા નાણાં 260/- મળી કુલ્લે રૂ.4010/- નો મુદ્દામાલ પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ અનધિકૃત રીતે વેચાણ અર્થે રાખી મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011230023/2023 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ ગુનો તા:૨૯/૦૧/૨૦૨૩ ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. શ્રી એમ.બી.ચાવડા નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.