Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મિરઝાપુર થી ફુરકાન અબ્દુલ ગફારખાન ખીલજીની ધરપકડ કરી છે.આરોપી મીરઝાપુર ત્રણ ખુણીયા બગીચા, હનુમાનજી મંદિર પાછળ ખીલજી એપાર્ટમેન્ટની બાજુમાં રાજા ઓટો મોબાઇલ્સના નામથી દુકાન ધરાવી ટુ વ્હિલર તથા ફોર વ્હિલર સર્વીસ તથા જમ્પર રીપેરીંગ કરવાનું કામ છેલ્લા ચાલીસ વર્ષથી કરે છે. આરોપીના મોટા ભાઇ ઇસ્માઇલ પઠાણનો દિકરો ફીરોજ ઉર્ફ બસ્તી આરોપીની રાજ ઓટો મોબાઇલ્સ પાસે આવેલ માતૃછાયા બિલ્ડીંગમા રહે છે. જમીન વેચાણ રાખી બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. આરોપીની દુકાન પાસે ફીરોજ ઉર્ફે બસ્તીએ ખીલજી એપાર્ટમેન્ટ નામનું બીલ્ડીંગ છ વર્ષ પહેલા બનાવેલ છે. જે એપાર્ટમેન્ટ નીચે ભોયરામાં જવા તથા આવવા માટે આરોપીની દુકાન લેવા માટે અવાર નવાર ઝગડા કરતો હોય, તે આરોપી પર હુમલો કરે તેવો ભયના કારણે આરોપીએ ઉપરોક્ત દેશી બનાવટની રીવોલ્વર તથા કારતુસ તેની પાસે રાખેલ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે