અમદાવાદમાં દિવસે દિવસે નશાકારક વસ્તુઓ MD ડ્રગ્સ, કફ સિરપ, ઈ સિગારેટ પર SOG અમદાવાદ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે .છેલ્લા છ મહિનામાં 50થી વધુ ડ્રગ્સ પેડલરોની અમદાવાદ sog એ ધરપકડ કરી સાબરમતી જેલ હવાલે કર્યા છે.છેલ્લા 15 દિવસથી અમદાવાદ એ સુધી દ્વારા ડ્રગ્સ માફિયા પર લાલ આંખ કરવામાં આવી છે . અમદાવાદના કોટ વિસ્તાર બાદ જુહાપુરા, સરખેજ વિસ્તારમાં ડ્રગ્સ પેડલરો પકડાયા છે.
આગામી 31 ડિસેમ્બર ના અનુસંધાને ડ્રગ્સની બદીઓ રોકવા અંગે ઉપરી અધિકારીશ્રીઓ તરફથી થયેલ સુચના આધારે પેટ્રોલિંગ દરમિયાન વસ્ત્રાપુર સિંધુભવન રોડ ઉપર આવેલ ટાઇમ્સ સ્ક્વેર બીલ્ડીંગ ની બાજુના ચાર રસ્તા થી રાજપથ કલ્બ રોડ તરફ જતા બાલાજી પરોઠા હાઉસની સામે જાહેરમાંથી આરોપીઓ ઇરફાન ઉર્ફે પોપટ હુસેનભાઇ સીંધી અને નયામતઅલીખાન અકબરખાન નાગોરી પાલનપુરના બે ઇસમોને 296 ગ્રામ 780 મિલીગ્રામ કિ.રૂ. 29,67,800/- તથા સ્વીફ્ટ ડીઝાઇર કાર તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.31,22,370/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોની અમદાવાદ શહેર sog એ ધરપકડ કરી છે.