ગુજરાત સરકાર દ્વારા વસાવાયેલી ‘ડ્રગ્સ એનેલાઈઝર’ કિટની અમદાવાદ પોલીસને ફાળવણી: એમડી-ચરસ-kok-ગાંજો-અફિણ- સ્મેક સહિતના સાત પ્રકારના ડ્રગ્સને પકડી પાડશે મશીન મોઢામાં નાખીને ફેરવ્યા બાદ ત્રણથી પાંચ મિનિટની અંદર જ ડ્રગ્સ લીધું છે કે નહીં તેનો થઈ જશે ખુલાસો સ્ટાફને માર્ગદર્શન આપતાં Sog દ્વારા રીવરફ્રન્ટ, સિંધુ ભવન,sg હાઇવે,cg રોડ પર ડ્રાઈવ ચાલુ છે. ડ્રગ્સ નું સેવન કોઈએ કરેલું હોય તો તેને પકડવા તાત્કાલિક ‘ડ્રગ્સ એનેલાઈઝર’ કિટ વસાવી લેવામાં આવી છે અને આજથી જ અમદાવાદ, વડોદરા,રાજકોટ અને સુરતમાં તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે..જો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લીધેલું હોવાનું જણાશે તો તાત્કાલિક તેને અટકાવી તેના મોઢામાં આ કિટ નાખીને ફેરવવામાં આવો. મશીન ફેરવ્યા બાદ ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ પાંચ મિનિટની અંદર જે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તેની જાણ થઈ જશે.એક વખત મશીન મોઢામાં નાખ્યા બાદ જેવું બહાર નીકળશે કે તેને એક પોર્ટેબલ પ્રિન્ટરમાં ફિટ કરવામાં આવશે અને ત્યારપછી તુરંત જ તે પ્રિન્ટરમાંથી એક પ્રિન્ટ નીકળશે જેમાં સાત પ્રકારના ડ્રગ્સનું લિસ્ટ હશે તેમાંથી જે તે વ્યક્તિએ લીધેલા ડ્રગ્સનો ખુલાસો થઈ જશે અને સાતમાંથી તેણે જે પણ ડ્રગ્સ લીધું હશે તેની સામે ‘પોઝિટીવ’ લખાઈને પ્રિન્ટ નીકળી જશે. આ મશીન મારફતે એમડી, ચરસ, ગાંજો, અફિણ સહિતના સાત પ્રકારના ડ્રગ્સ પકડી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, થર્ટી ફર્સ્ટ ઉજવણી ખાસ કરીને યુવાવર્ગ દ્વારા ડ્રગ્સનું સેવન કરીને કરાઈ રહી હોય તેને અટકાવવા માટે આજથી જ પોલીસ દ્વારા ચોક્કસ જગ્યાએ ચેકિંગ કરવામા આવી રહ્યું છે.. આ ઉપરાંત નિયમિત રીતે ડ્રાઈવ કરવામાં આવશે.
httpshttps://youtu.be/JI48WsZ50t4