અમદાવાદમાં દિવસે દિવસે દારૂ ,ડ્રગ્સ બાદ કફ સીરપ નું પણ પ્રમાણ વધતું જઈ રહયુ છે.
અમદાવાદ એસોજી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વર્ષમાં ૨૦૦ થી વધુ ડ્રગ્સ માફિયા ને જેલ હવાલે કર્યા છે. તે ઉપરાંત રાજસ્થાન અને મુંબઈ સુધીના ડ્રગ્સ માફિયા પર સપાટો બોલાયો છે. દિવસે દિવસે દારૂ અને ડ્રગ્સ પકડાઈ રહ્યું છે . વિદેશી દારૂ મોંઘી હોવાના કારણે તેના શોખીનો હવે કફ સીરપના રવાડે ચડ્યા છે. અમદાવાદમાં જમાલપુર, આસ્તોડીયા, શાહપુર,શાહઆલમ,ગોમતીપુર બાદ હવે સમગ્ર અમદાવાદમાં કફ સીરપ જાહેરમાં વેચવાના કિસ્સાઓ આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ એસોજી દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકથી બચવું ડ્રગ્સ માફિયા માટે ખૂબ જ અઘરું છે. અમદાવાદ એસોજી દ્વારા ન્યુ રાણીપ ખાતેની બાતમી મળતા ગોવિંદ પ્રજાપતિ અને શિવરાજ સિંહ રાજપૂત ની ૨૩૯ નંગ કફ સીરપ સહિત કુલ 29 હજારના મુદ્દામાલ સાથે Ndps એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.