સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ખાતે નિર્લિપ્ત રાય એ ચાર્જ લીધું છે ત્યારથી ગુજરાતભરમાં બૂટલેગરો, ગેમ્બ્લરો પર તવાઈ આવી છે.તાયરે અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર દુર એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને જુગાર રમતા 20 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે સ્થાનિક પોલીસે અમને આ વિશે કંઈ ખબર નથી એવો ડોળ કર્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી કારંજ વિસ્તારમાં આવેલી જાન સાહેબની ગલીમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની વાતો વેહતિ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જાતે જ જુગારધામ પર લાંબા સમયથી વોચ ગોઠવી રાખી હતી. આજે અચાનક જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જુગારધામ પર પહોંચી ગઈ હતી.
કારંજ પોલીસ સ્ટેશનની પાસે ઝડપાયેલા જુગારધામ પરથી 20 જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા. આ સાથે જ તેમની પાસેથી મુદ્દા માલ કબજે કરાયો છે.https://youtu.be/CMD0Wkr463w