અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ મોદી આઈ હોસ્પીટલમાં આગ લાગી છે. જેને લઇને બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં બેના મોત થયા છે.
મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં પતિ-પત્નીના મોત થયા છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી અને તેમના પત્ની હર્ષાબેન પારઘી નું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડ પાસેથી માહિતી મુજબ જ્યારે તેઓ આવ્યા ત્યારે આગના ધુમાડા જોવા મળ્યા હતા. ત્યાં જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા.