journalist auzef
જમાલપુરમાં સામન્ય માણસે બે માળનું મકાન બનાવતા AMC શિલ્ડ માર્યું? મધ્ય ઝોન ના એસ્ટેટ અધિકારી પર થઈ રહ્યા છે સવાલો ? જુઓ એહવાલ ?
અમદાવાદમાં મધ્યઝોન વિસ્તારમાં AMC દબાણને લઈને એક્શન મોડ માં આવ્યું છે પરંતુ ફક્ત મધ્ય ઝોનમાં એક વિસ્તારપુરતી જ કાર્યવાહી થતી હોવાનું જોવાઈ રહયુ છે.
7 માળના બાંધકામો બની જાય છે ત્યારે મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીની આંખ ખુલે છે. પરંતુ પાયા ખોદાય છે ત્યારે અધિકારી સુઈ રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે.
પરંતુ સવાલ ત્યાં ઊભા થાય છે કે મધ્ય ઝોનના આસ્ટેટ વિભાગના અધિકારીને ફક્ત જમાલપુરના બાંધકામો જોવાય છે. મધ્ય ઝોનના બીજા વિસ્તારોના બાંધકામો જોવાતા નથી.
હેરિટેજ જમાલપુર દરવાજા પાસેની બિલ્ડીંગ મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીને જોવાય છે. પરંતુ હેરિટેજ મકાનોને તોડીને કોમર્શિયલ ઉભા કરવામાં આવેલા કોમ્પ્લેક્સ તો જોવાતા નથી.
વાત કરીશું જમાલપુર વયસભા વંડા પાસે નો એક સામાન્ય વ્યક્તિ જેના ઘર પર ચોમાસામાં વંડા ની સરકારી મ્યુસીપાલટી શાળાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે તેમની દિવાલના ઉપર તિરાડો પડી ગઈ હતી
ચોમાસુ પૂરું થતાં તેમના દ્વારા બે માળનું મકાન બનાવવાનું સમાન્ય વર્ગ ના ભાઈઓએ બાંધકામ શરૂ કર્યું.ત્યારે AMC એ આવીને શિલ્ડ મારી દેવામાં આવ્યું હતું.
પરંતુ સવાલ ત્યાં ઉભા થાય છે કે મધ્ય ઝોનના એસ્ટેટ ખાતાના અધિકારીઓને બે માળનું મકાન જોવાતું હોય અને 7 માળના ફ્લેટ બની જાય ત્યારબાદ ગેરકાયદેસર બતાવીને તોડવાનું યાદ આવે આ વાત ગળે ઉતરે ખરી.
મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીઓના ઉપર એવા તો કોના ચાર હાથ છે ?
શું મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીઓ જી હુકમ ની રાહ જોતા હોય છે ?