Ahmedabad :મુંબઈ અંડરવર્લ્ડની જેમ ગુજરાતમાં અનેક ગેંગસ્ટરો,બુટલેગરો,માફીયાઓ રહી ચૂક્યા છે.જેમાં અમદાવાદ,સુરત, કાઠિયાવાડ ના કેમ ના હોય. જોકે અમદાવાદના 1980 થી 2001 સુધિની વાત કરીએ તો અમદાવાદ ના અંડરવર્લ્ડ માં દરિયાપુર, શાહપુર,જમાલપુર,શાહઆલમ, ગોમતીપુરમાં જુદી જુદી ગેંગો સક્રિય હતી.આજે આપણે વાત કરીશું ગુજરાતની પ્રથમ મહિલા ડ્રગ્સ ક્વીન વીશે.
જાણો ગુજરાતની ડ્રગ્સ ક્વીન ઝરીના ખાન કોણ હતી ?
ઝરીના ખાનનો કારોબાર કેવો હતો? ગેંગવોર કેમ થયું ?
જાણો તેમની હત્યા કેમ થઈ ?
ગુજરાતની ડ્રગ્સ ક્વીન આરંભથી અંત સુધીની કહાની,જેમાં ડ્રગ્સ,ગેંગવોર, મર્ડર સુધીની આ સ્ટોરી છે.ગુજરાતની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ક્વીન જે અમદાવાદના શાહપુર જુલાઈ વાળ વિસ્તારની હતી.જેનું નામ હતું ઝરીના આલમ ખાન.
ઝરીના ખાન ના પતિનું નામ આલમ ખાન હતું.તેઓ મૂળ પાકિસ્તાન બુનેરીના હતા.તેમના પતિ પર ૨૭ થી વધુ કેસ સાથેનો ગુનાહિત ઇતિહાસ હતું.તેમના કુલ 7 બાળકો હતા .ઝરીના ખાન જે ગુજરાતની એક માત્ર પ્રથમ મહિલા ડ્રગ્સ ક્વીન કહી શકાય.તેમનું સૌ પ્રથમ ધંધો ચરસ નો હતો.1987ના સમયમાં સૌથી મોટો ચરસ નો કારોબાર અમદાવાદ નહિ પરંતુ આખા ગુજરાતમાં ચાલતો હતો.રોજ ની 70 વધુ સફરજન ની ટ્રકો જે અમદાવાદમાં આવતી.જેમાં ચરસ આવતું હતુ.તે સમયે અમદાવાદ, વડોદરા, સૂરત સુધીમાં આ ચરસની ડિમાન્ડ હતી.ઝરીનાખાન ના સંપર્ક કાશ્મીરના ગુલ મોહમ્મદ ઝરગર, જમાદાર જેવા ચરસ માફિયા સુધી હતા. કાશ્મીરનો ચરસ હોલસેલમાં અમદાવાદમાં મળી રેહતું.તે સમય એવું હતું કે શાહપુર ઝુલાઈ વાળ જે ઝરીના ખાન નું ગઢ હતું.તે સમયે હોલસેલ અને રિટેલ નું ગુજરાત નું સૌથી મોટો ધંધો એટલે કહી શકાય કે તે સમયે ઝુલાઈવાળા ના મેદાનમાં ટેબલ પર ચરસ ના પેકેટ મૂકવામાં આવતા હતા. તેને લેવા માટે લાઈનો લાગતી હતી.ત્યાંના એક સ્થાનિક જણાવે છે કે ઝરીનખાનની વાત કરીએ તો તેમને ઓપરેટિંગ કંપની ટાઈપ માણસોનો સ્ટાફ રાખ્યો હતો. જે લોકો ધંધો સંભાળતા હતા.ઝરીના ખાન પોતાની પાસે હંમેશા બંદૂક રાખતી હતી.તે સમયે અમદાવાદમાં કુખ્યાત ગેંગેસ્ટર અબ્દુલ લતીફ, શાહપુરના અબ્દુલ વહાબ,sk શરીફ ખાન,રસૂલ પાર્ટી, ઉપરાંત જમાલપુર ,શાહઆલમ વિસ્તારમા નવાબ ખાન,કેલાશ જેન, હંસરાજ ત્રિવેદી જેવા જુદા જુદા ગેગસ્ટરોની ગેંગ સક્રિય હતી.તે સમયે અમદાવાદમાં એક માત્ર મહિલા જે ચરસનો ધંધો ધમધોકાટ ચલાવી રહી હતી.તે સમયે શાહપુરમાં ડોન અબ્દુલ વહાબ ખાનની ગેંગ ચાલતી હતી.તે સમયે તેમનો વિદેશી દારૂનો મોટો કારોબાર હતો.તેમને લોકો ખાન સાહેબથી બોલાવતા હતા.
* ડ્રગ્સ ડોન ચરસની દુનિયામાં આરંભ, પાઉડરની દુનિયામાં અંત*
કાશ્મીરના ચરસ માફિયા જમાદાર, ગુલ મોહમ્મદ ઝરગર જેઓ અમદાવાદની મહિલા ડ્રગ માફિયા શાહપુરની ઝરીના ખાન સાથે પણ જોડાયેલા હતા.ATS અધિકારીએ ઉમેર્યું હતું કે, “ઝરીનાની હત્યા કરવામાં આવી હતી.” ATS સૂત્રોએ આક્ષેપ કર્યો હતો કે જમાદારે ઝરીનાના પતિ આલમખાનને એક AK 47 રાઈફલ આપી હતી, જેણે બદલામાં તે એક ગેંગસ્ટરને આપી હતી, અમદાવાદના અંડરવર્લ્ડ કોટ વિસ્તારમાં ,શહેરના વિસ્તારમાં મજબૂત પકડ હતી. તે ભાઈ જણાવે છે કે તે સમયે તે શાળામાં ભણતા હતા રમતા રમતા શાળાના બાળકો જો ધંધાની જગ્યાએ એટલે કે મેદાનમાં પહોંચી જાય તે જમાનામાં ૧૦ રૂપિયા આપી બાળકોને ભગાવી દેતા હતા. તે સમયે કોથળા ભરીને ભરીને પૈસા રૂમોમાં મૂકવામાં આવતા હતા.પોલીસ પણ તે વાતથી જાણકાર હતી.સ્થાનિક ભાઈએ જણાવ્યું છે કે જરીના ખાને ફક્ત અને ફક્ત ધંધો જ કર્યો. દદાગીરી,રુઆબ તેનામાં ન હોતો.
ચરસના ધંધામાં 1993 સુધી ગુજરાતમાં એક માત્ર મહિલા ડોન ઝરીના ખાનનું નામ બોલાતું હતું.પરંતુ ત્યારબાદ સમય બદલાયો ચરસ ની સાથે બ્રાઉન સુગરની શરૂઆત કરી.ત્યારબાદ નવા નશામાં અમદાવાદમાં બૂમ પડવા માંડી. પરંતુ તેનું એડિક્સન ખરાબ હોવાના કારણે સ્થાનિક રાયબલ ગેંગની ઘણી વાર બ્રાઉન સુગર (પાઉડર) નો ધંધો બંધ કરવા ચીમકી આપી. પરંતુ બને એક બીજાને પડકાર આપતા હતા.એક ગેંગ brown sugar બંધ કરાવવા માટે ચીમકી આપતી.જ્યારે ઝરીના ખાન ચેલેન્જ આપતા કે હું બંધ નહિ કરૂ.ત્યારબાદ ગેંગવોર ની શરૂઆત થઈ. રાયબલ ગેંગના એક ખાસ વ્યક્તિને ઝરીના ખાન ગેંગ દ્વારા મારી કે મરવાવી નાખવામાં આવ્યો હતો તેવી કથીત વાત એક વ્યક્તિ જણાવી છે.તે ઉપરાંત વિરોધી ગેંગના મુખ્ય વ્યક્તિ જેલમાં હતા.ત્યારે જે દારૂ વિરોધી ગેંગના લોકો વહેંચતા હતાં. તેનાથી સસ્તા ભાવે ઝરીના ખાને દારૂ આપવાનું શરૂ કર્યું.ત્યારબાદ તે સમયે અશાંત ધારા નવી અમલમાં આવી હતી.તે સમયે ગણા મકાનો ઝરીના ખાને ખરીદયા હતા.જેથી ઝરીના ખાન રાયબલ ગેંગ માટે માથાનો દુખાવો બની ગયા હતા. જેથી આ લડાઇ ધંધાની હરીફાઈમાંથી શાહપુર ના વર્ચસ્વ ની લડાઇ બની.
ત્યારબાદ ઝરીના ખાન અને રાયબલ ગેંગ વચ્ચે બબાલ વધતું ગયું.ઝરીના ખાન ના ત્યાં રેડ પણ પડી હતી.રેડ પડતાં ઝરીના ખાન જે કાયનેટીક પર તેમના માણસ સાથે બહાર નીકળયા.
ત્યારે 1995 માં શાહપુરમાં આવેલી બેકરી પાસે બપોરે ૩ વાગ્યાના અરસામાં રાયબલ ગેંગના સભ્યો જેઓ રાહ જોઈને બેસ્યા હતા. તેમણે ઝરીના ખાનની ચપ્પા મારીને હત્યા કરી.
ચરસ ની દુનિયા નો આરંભ એ પાવડર ડ્રગ્સ ની દુનિયામાં આવતા લેડી ડોન ગેગસ્ટર ઝરીના ખાનનું અંત લાવી દીધું.
તે સમયના એક અમદાવાદ underworld ના સૂત્રો જણાવે છે કે ઝરીના ખાનની હત્યા થઈ ત્યારે તેમના નઝદિકી લોકો જેમના ત્યાં પૈસા થેલા ભરીને રાખતા હતાં.તે લોકોએ પણ હત્યાના સમચાર મળતા પૈસા સગવેગે કરી નાખ્યા હતા.
સૂત્રો જણાવ્યાં અનુસાર ઝરીના ખાનના બંને પુત્રોને કેટલાક લોકોએ દુશ્મની કાઢવા તેને ડ્રગ્સ રવાડે ચડાવી દીધા.જે પણ મૃત્યુ પામ્યા.જ્યારે હાલ ત્રણ પુત્ર અને બે પુત્રી હયાત છે. જેમાંથી એક પુત્ર શાહનવાઝ ઉર્ફે શાનું ભાઈ જે હાલ જેલમાં છે.જે ૨૦૧૪ માં ૧૯ કિલો ચરસ સાથે ધરપકડ થઈ હતી.ત્યારબાદ ૨૦૨૦ માં અમદાવાદમાં મુંબઈની ડ્રગ્સ માફિયા રૂબિના ડ્રગ્સ આપવા આવી હતી ત્યારે ૩૪ લાખનું ડ્રગ્સ પકડાયું હતું.તે કેસમાં શાનું ખાનનું નામ ખૂલ્યું હતું.હાલ તે જેલમાં છે.
ત્યારબાદ શાહપુરમાં ચરસ અને બ્રાઉન સુગર ના જે મુખ્ય ગઢ હતું.તે ઝરીના ખાનની હત્યા બાદ તેનું અંત આવ્યું. ઝરીના ખાન ની હત્યા થઈ ત્યારે પતિ આલમખાન જેલમાં હતા. ત્યારબાદ 1996 માં બહાર આવી ફરાર થયા.ત્યારબાદ 1998 માં પકડાઈ ગયા.૨૦૦૮ માં બહાર આવ્યા હતા.૨૦૧૪ માં આલમખાન મૃતયું પામ્યા હતા.
Nice Story