Ahmedabad:અમદાવાદમાં 19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવનારી છે. જેને લઇને અમદાવાદમાં જમાલપુર વિસ્તારના સામાજિક કાર્યકર્તા રઉફભાઈ બંગાલી દ્વારા જમાલપુર દરવાજા ખાતે ભારતીય ટીમના ક્રિકેટરો વર્લ્ડ કપ જીતશે તેઓ આત્મવિશ્વાસ સાથે પૂર્વ ઉજવણી રાખવામાં આવી હતી. 500 ફૂટનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. ઉપરાંત ભારતીય ટીમનો ઉત્સાહ વધે તે માટે વિશ્વનો સૌથી નાનો અને ઓછું વજન ધરાવતો વિશ્વ કપ તૈયાર કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.