Ahmedabad : ગુજરાત રાજ્ય સ્ટેટ લેવલ સ્કૂલ ગેમ ચેમ્પિયનશિપમાં અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં કેલિકો મિલમાં આવેલી કેલીકો સ્પોર્ટ્સ કલબના બે રમતવીરોએ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમા અંડર 14 કેટેગરી માં મલેક રુંશાને ગોલ્ડ મેડલ 35 કિગ્રા ની કેટેગરીમાં મેળવ્યું છે.જ્યારે પઠાણ હમદાને 40 કીગ્રામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.મલેક રુંશાન ગુજરાત રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાએ સ્કુલ ગેમ ચેમ્પિયનશિપમાં જુડો રમવા જમ્મુ કાશ્મીર ખાતે જશે.
