Ahmedabad:
અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય વેપારી પર બે અજાણ્યા ઇસમોએ તલવાર અને બેઝબોલના દંડાથી હુમલો કર્યો છે. તે ઉપરાંત તલવારના ચાર ઘા માર્યા હતા.
વેપારીના બચાવવા તેના કાકા વચ્ચે પડતા તેમના ઉપર પણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
ટેક્સટાઇલ ના વેપાર સાથે સંકળાયેલા અલ્તાફ સાગર રાત્રે રોયલ ટાવર ફ્લેટના પાર્કિંગ પાસે બેસ્યા હતા તે સમયે બે સક્સે હાથમાં તલવાર તથા બેઝબોલની સ્ટીક સાથે આવી સ્ટીકના ફટકા મારવા લાગ્યા હતા. અલ્તાફ સાગરને હાથ માથાના ભાગે તથા કમર અને ગળા ના ભાગે તલવારના ઘા માર્યા છે.તે લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા.હુમલો કરવા આવનાર બંને ગુંડાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે.
