Ahmedabad: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહુડી મંડળ દ્વારા દિલ્હીમાં એઆઈસીસીના પ્રમુખ મલ્લિકા અર્જુનને મળવા માટે ડેલીગેશન ગયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર તુષાર ચૌધરી ,અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જીગ્નેશ મેવાણી અને મુસ્લિમ સમાજ તરફથી આગેવાન અને પૂર્વ મેયર સુરતના કદીર પીરજાદા સામેલ હતા.
પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા અમદાવાદ શહેરના એક પૂર્વ ધારાસભ્યને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા.
એ જોતા પૂર્વ ધારાસભ્ય રોષે ભરાયા. અને ટ્વિટ કરી પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો હતો. સત્ય હકીકત જોતા GPCC ના નેતાઓએ મુસ્લિમ નેતા તરીકે કદીર પીરજાદા નો સમાવેશ કર્યું હતું. એ ઉપરથી સાબિત થાય છે કોંગ્રેસ હંમેશા મુસ્લિમ સમાજને પ્રાધાન્ય આપે છે.
પૂર્વ MLA દ્વારા કરવામાં આવેલા ટ્વિટે યોગ્ય નથી. એવું ઘણા કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. તેમજ હાલમાં તે GPCC ના સંગઠનના કોઈ હોદ્દા પર નથી. આ પ્રકારની બ્લેકમેલ કરી પાર્ટી ને નુકસાન કરવામાં આવી રહ્યું છે. એવું પ્રતિત થાય છે તેવું એક નેતાએ જણાવ્યું હતું.
સામે AICC ના લઘુમતી વિભાગના રાષ્ટ્રીય કોઓર્ડીનેટર અને પૂર્વા મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખ દ્રારા રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલને ટ્વીટ કરી ગયાસુદીન શેખ દ્વારા કરવામાં આવેલ ટ્વિટ ની આલોચના કરી છે.
સોશિયલ મીડિયા પર આ ટ્વીટ થી રાજકારણ ગરમાયું છે. વધુમાં 2021 માં AMC ની ચૂંટણીમાં AMC પૂર્વ કાઉન્સિલર શાહનવાઝ શેખની ટિકિટ જમાલપુર થી કપાવવામાં મુખ્યત્વે તેમનું યોગદાન છે. તેવું એક નેતાએ જણાવ્યુ હતુ.